Sunday, July 1, 2012

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો


આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ 
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ  ઝીરો એ થઈ ગયો
 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

Wednesday, February 23, 2011

પ્રેમ ની સાચી મજા

પ્રેમ માં સાચી મજા તો ત્યારે આવે,
મળવા નું વચન આપે છતાં મળવા ના આવે,
ક્યારેક રિસાઈ જાઉં હું એના થી,
અને તે ગુલાબ આપી મને મનાવે,
આખો માં એની ખોવાઈ જાઉં હું,
અને તે ધીમેથી મારા દિલ ની નજીક આવે,
ફૂલો વચ્ચે મહેકતી એની હસી ને હું જોઉં,
અને હસી એની કદાચ ફૂલો ને પણ શરમાવે,
અદાઓ ના એના વખાણ કરતો રહું હું,
અને લોકો મને શાયર કહી ને બોલાવે,
પ્રેમ માં આવા પણ દિવસો આવે ક્યારેક,
કે સવાલ ઉઠે મારા હ્યદય માં અને જવાબ એના નયન માં આવે!!

Thursday, December 16, 2010

જીવન એક મીણબત્તી

જીવન તો એક મીણબત્તી જેવું છે,
સમય ઈચ્છે ત્યારે સળગાવી જાય છે,
સમય ઈચ્છે ત્યારે ઓલાવી જાય છે,
ફક્ત રહી જાય છે તો "યાદો" નું મીણ,
જે અંત સુધી કોઈની યાદ અપાવી જાય છે.